Posts

Showing posts from November, 2011

ભારતના માલેતુજાર પ્રધાનોની મૂડીમાં બઢતી અને બઢતી

Image
પાકિસ્તાનમાં ૧૯૭૦ના અરસા દરમ્યાન બિઝનેસમેન-કમ-પોલિટિશયન નવાઝ શરીફના ખાનદાન સહિત ૨૨ કુટુંબો દેશની ૬૬% ઔદ્યોગિક સંપત્તિ ધરાવતાં હતાં. આમાં ઘણાં ખરાં કુટુંબો એવાં કે જેમના અગ્રણી સભ્યને પ્રાંતમાં યા કેંદ્રમાં પ્રધાનપદ મળ્યું હતું. આપણને તે વખતે ભારત સરકારના પ્રધાનો કેટલી સંપત્તિના આસામી છે તેના અંગે કશી જાણકારી ન હતી. દેખીતું કારણ એ કે રાજકીય ભ્રષ્ટાચાર ત્યારે પણ રાષ્ટ્રવ્યાપી હોવા છતાં સરકારે પ્રજાના દબાણ સામે ઝૂકી નછૂટકે સંપત્તિના આંકડા જાહેર કરવા પડે એટલી હદે જનમત કેળવાયો ન હતો.   આજે કૌભાંડો વડે ઘેરાયેલી કેંદ્ર સરકારે પોતાની છબી સુધારવા માટે પારદર્શકતાના નામે પ્રધાનોની માલમિલકતના આંકડા વેબસાઇટ (http://pmindia.nic.in/rti.htm) પર મૂકવા પડ્યા છે. પગલું આવકારપાત્ર છે, પણ આંકડાની જરા છણાવટ કરો તો છબી સુધરવાને બદલે ક્યાંય વધારે બગડી હોય તેમ જણાય છે. સરકારની જમ્બો કેબિનેટના ૭૭ પ્રધાનોની કુલ મિલકત Rs.૮૧૬ કરોડ છે--એટલે કે પ્રજાનો તે દરેક કથિત સેવક સરેરાશ Rs.૧૦.૬ કરોડનો આસામી છે. સૌથી ચોંકાવનારો કુબેરભંડાર સિનિઅર કોંગ્રેસી નેતા કમલનાથનો છે. ચાલીસેક વર્ષ પોલિટિક્સમાં જ રહીને તથા બાંધ્યા પગારનું