Posts

Showing posts from June, 2011

...આખરે ‘સફારી’ ફેસબૂક પર !

Image
ઓરકુટ અને ફેસબૂક પર ઘણાં વર્ષથી ‘સફારી’ના નામની (અનધિકૃત) કમ્યૂનિટી ચાલે છે. આ કમ્યૂનિટીઝ સામે કશો વાંધો નથી--અને હોવો પણ ન જોઇએ, કેમ કે ‘સફારી’ના હજારો વાચકોને ઓરકુટ તેમજ ફેસબૂક પર વિચાર-વિમર્શ કરવાનું (અધિકૃત) પ્લેટફોર્મ ખુદ ‘સફારી’એ જ પૂરૂં પાડ્યું ન હતું. આજે તે ઓવરડ્યૂ કામનું કોણ જાણે શી રીતે એકાએક મૂહુર્ત નીકળી આવ્યું અને ફેસબૂક પર ‘સફારી’નું પેજ એકાએક જ ઊભું કરી દીધું. આ પેજ તર્કબદ્ધ અને બુદ્ધિગમ્ય ચર્ચાનું પ્લેટફોર્મ બની રહે તો પેજના સર્જકની ૨૩ મિનિટ અને ૪૦ સેકન્ડની ‘જબરજસ્ત’ મહેનત લેખે લાગશે ! ‘સફારી’ના ફેસબૂક રસિક વાચકો માટે પેજની લિંક... http://www.facebook.com/pages/Safari-India/192397684144829?sk=info

પેટ્રોલનો ભાવવધારોઃ કોણ ખાટ્યું ને કોણ ખોટમાં ગયું?

Image
પેટ્રોલના લીટરદીઠ ભાવમાં જ્યારે પણ વધારો આવે ત્યારે નફાખોરી કરવા બદલ ઓઇલ કંપનીઓની ટીકા કરવાનો આપણે ત્યાં ધારો પડી ગયો છે. ગયે મહિને પેટ્રોલમાં રૂા. ૫ નો ભાવવધારો આવ્યો ત્યારે એમ જ બન્યું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ વગેરે જેવી સરકારી કંપનીઓએ દિવસો સુધી મીડિયાના તીખા પ્રહારોનો સામનો કરવો પડ્યો. માન્યું કે પેટ્રોલ (તેમજ ડીઝલ) મોંઘું બને ત્યારે ઓઇલ કંપનીઓના વકરામાં બે પૈસાનો વધારો થાય છે, પણ બધો વકરો તેને મળતો નથી. સરકાર તેમાં અનેક રીતે ભાગ પડાવે છે. પેટ્રોલના ભાવમાં રૂપિયા પાંચનો જે વધારો તાજેતરમાં આવ્યો તેને ધ્યાનમાં રાખી એક ગણતરી માંડીએ. દિલ્હીમાં હવે પેટ્રોલનો નવો ભાવ લીટરદીઠ રૂા.૬૩.૩૭ છે. આ રકમમાંથી રૂા.૧.૨ ઓઇલ કંપનીએ પેટ્રોલ પંપના ડીલરને કમિશનરૂપે ચૂકવવાના થાય છે. દિલ્હીની સરકાર પેટ્રોલ પર ૧૬.૩% કર વસૂલે છે, એટલે દર લીટરે રૂા.૧૦.૩ સરકારી તિજોરીમાં જાય છે. પેટ્રોલ પર કેંદ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી ૨૩.૩% છે, માટે ઓઇલ કંપનીએ પ્રતિલીટરે રૂા.૧૪.૮ ભૂલી જવા રહ્યા. બીજા રૂા.૨.૭ (૪.૩% લેખે) કસ્ટમ ડ્યૂટીના બાદ કરો, એટલે બાકી બચે રૂા.૩૪.૩ માત્ર ! ઓઇલ કંપની દિ