Posts

Showing posts from September, 2010

લોકશાહી દેશમાં સંસદસભ્યોનો રાજાશાહી ઠાઠ

Image
આઝાદ ભારતની પહેલી લોકસભા ચૂંટણી ૧૯પ૨માં થઇ ત્યારે પાર્લામેન્ટના સભ્યપદને ફુલટાઇમ વ્યવસાય ગણવામાં આવતો ન હતો. લોકસભામાં કે રાજ્યસભામાં બેસીને સરકારના વહીવટીતંત્ર પર જાપ્તો રાખવો તે એક પ્રકારની રાષ્ટ્રસેવા મનાતી હતી, જેમાં એક તરફ મોભો વધવા સાથે બીજી તરફ સંસદસભ્યે પોતાનાં અંગત હિતનો ભોગ પણ આપવો પડતો હતો. ભારતે સંસદસભ્યોનો રોલ નક્કી કરવામાં નજર સામે રાખેલું બ્રિટિશ લોકશાહીનું માળખું પણ આવું જ છે. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સનો મેમ્બર પણ ત્યાંની પ્રજાનો સામાન્ય પ્રતિનિધિ ગણાય છે, જેણે પોતાનો કેટલોક સમય કાઢીને મતદારો વતી સરકાર પાસે જે તે મુદ્દા પર ખુલાસા લેવાના હોય છે. સરકારને ખોટાં પગલાં લેતી રોકવાનું કામ પણ તેનું છે. પરંતુ ફુલટાઇમ કામગીરી માત્ર સરકાર બજાવે છે, સંસદસભ્ય નહિ. હાઉસ ઓફ કોમન્સની બેઠક એટલે જ બપોરે મળે છે. સંસદસભ્યો બપોર સુધી તેમનો અંગત વ્યવસાય કે ધંધો ચલાવતા હોય છે, માટે આવકનાં બ્રિટિશ ધોરણ મુજબ તેમને ઊંચા પગારો અને ભથ્થાં અપાતાં નથી. આપણે ત્યાં પણ શરૂઆતમાં આવું જ વલણ અપનાવાયું હતું. પાર્લામેન્ટની બેઠકો ચાલુ હોય એ દરમ્યાન પાટનગરમાં રોકાવા પૂરતો રોજિંદો ખર્ચ નીકળી જાય એટલી જ રકમ સંસદસ