Posts

Showing posts from June, 2010

ખાનગી ડેટાનો વેપલો કરતી social networking સાઇટ્સ

Image
ઇન્ટરનેટની facebook.com જેવી social networking વેબસાઇટ થકી મિત્રોસગાં સાથે સતત સંપર્કમાં રહેતા લોકો માટે વોર્નંગ સિગ્નલ જેવો એક અહેવાલ થોડા વખત પહેલાં અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ નામના અખબારમાં છપાયો. અહેવાલ મુજબ facebook તથા તેના જેવી બીજી social networking વેબસાઇટ્સ તેમના રજીસ્ટર્ડ યુઝર્સનો ખાનગી ડેટા જાહેરાત કંપનીઓને વેચીને તગડો નફો રળે છે. આ રીતે ચોરીછૂપી વેચવામાં આવતા ડેટામાં મુખ્યત્વે યુઝરનું પૂરૂં નામ-સરનામું, જન્મતારીખ, ઇ-મેલ, મોબાઇલ નંબર, ભણતરને લગતી વિગતો તેમજ અંગત જીવનને લગતી માહિતી હોય છે. આ માહિતીના આધારે ત્યાર બાદ જાહેરાત કંપનીઓ પોતાની જે તે ચીજવસ્તુઓની કે સેવાઓની જાહેરાત કરતા થોકબંધ ઇમેલ્સનો તથા મોબાઇલ એસ.એમ.એસ.નો મારો ચલાવવો શરૂ કરી દે છે. ટૂંકમાં, વેબસાઇટ પર રજિસ્ટર થયેલા યુઝરનો ખાનગી ડેટા લગીરે ખાનગી રહેતો નથી. પ્રાયઇસી પોલિસીને લગતાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કોઇ પણ વેબસાઇટ પોતાના ગ્રાહકની મંજૂરી લીધા વિના તેનો પર્સનલ ડેટા કોઇ ત્રાહિત વ્યક્તિને કે કંપનીને આપી શકે નહિ. બીજી તરફ social networking વેબસાઇટ્સ તેમના કરોડો ગ્રાહકોના ડેટાનું જાહેરાત કંપનીઓને પાછલે બારણે વ