Posts

Showing posts from January, 2010

રાજકારણમાં અટવાયેલો રાજ્યોના વિભાજનનો મુદ્દોઃ અર્થશાસ્ત્રની નજરે

સંપાદકનો પત્ર 'Safari' January, 2010 તેલંગણને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વિવાદનો ઉભરો પચાસેક વર્ષ પહેલાં પ્રથમ વખત ચડ્યો એ પછી આજે ફરી વખત એ મુદ્દે રાજકીય પક્ષો આમનેસામને આવી ચડ્યા છે. તેલંગણને આંધ્ર પ્રદેશથી વિખૂટું પાડી તેને અલગ રાજ્ય તરીકે સ્વીકૃતિ અપાવવા માટેની ચળવળ રોજેરોજ જોર પકડી રહી છે. વખત જતાં ચળવળનું જોર કેટલું વધે કે ઘટે તેનો આધાર કેન્દ્ર સરકારની નીતિ પર અવલંબે છે. દરમ્યાન ભાષાવાદના નામે થઇ રહેલી તેલંગણની માગણીના મુદ્દાને પોલિટિકલ પોઇન્ટ બનાવી આગેવાનો તેનો પૂરો લાભ ઊઠાવી રહ્યા છે. અલબત્ત, રાજકારણને ઘડીભર અભેરાઇએ ચડાવી દો. ભારતની એકતા અને અખંડિતતાના ગુણગાન ગાતું ‘વિવિધતા મેં એકતા’નું પેલું ગોલ્ડન સૂત્ર પણ હમણાં બાજુએ મૂકી દો. તેલંગણને નોખા રાજ્યની ઓળખાણ આપવાની આખી વાતને હવે જુદા સંદર્ભે વિચારો, જેમાં કેન્દ્રસ્થાને રહેલી વાત રાજ્યના સુયોજિત શાસનને લગતી છે તેમજ આર્થિક પ્રગતિની છે--ભાષાવાદની કે પ્રાન્તવાદની નથી. રાજ્યનો ફેલાવો કદમાં નાનો હોય ત્યારે તેની પ્રગતિનો ગ્રાફ કેટલી હદે ઊંચે ચડે તેના એક નહિ, પણ ત્રણ દાખલા નજીકના ભૂતકાળમાં ભારતને જોવા મળ્યા છે. પહેલો દાખલો ઉત્તર પ